ગુજરાત રાજ્યની કથળેલી પર્યાવરણીય પરિસ્થિતિને પદ્ધતિસર અને સમગ્રરૂપે સુનિશ્ચિત કરવાનું આયોજન અને કાર્યવાહી કરી શકે તેવી સંસ્થાનુ નિર્માણ કરવા માટે તેમ જ, ગુજરાતના લોકોમાં, પર્યાવરણ પ્રત્યે સામુહિક ચેતના જાગૃત થાય અને રક્ષણાત્મક વલણ વિકસે જેથી કરીને લોકોની સંગઠિત પ્રક્રિયાથી રાજ્યમાં કોઈપણ જગ્યાએ કથળતી જતી પરિસ્થિતિને ખાળી શકાય અને પર્યાવરણને સંતુલિત બનાવી શકાય તેવા હેતુસર ગુજરાત ઇકોલોજી કમિશન (જીઈસી) ની સ્થાપના ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના ઠરાવ ક્રમાંક ઇએનવી-૧૦૯૦-જીઓઆઇ-૧૨૨-પી તારીખ ૨૯/૧૦/૧૯૯૨ થી થઇ હતી. જોવા અહી ક્લિક કરો : ઇકોલોજી કમિશનનું બંધારણ