Top

News

રાજ્યના પ્રથમ મોડેલ ઇકો વિલેજની મુલાકાતે યુ.એસ.એના વિદ્યાર્થીઓ

 

ગુજરાત ઇકોલોજી કમિશન(જીઇસી) દ્વારા વિકસિત રાજ્યના પ્રથમ ઇકો વિલેજ: ધજની મુલાકાત “ધ ગ્લોબલ સ્કોલર્સ પ્રોગ્રામ” હેઠળ મિશિગન યુનિવર્સિટી(અમેરિકા)માં વિવિધ વિદ્યાશાખાઓમાં અભ્યાસ કરતા 9 વિદ્યાર્થીઓ, તજજ્ઞો તેમજ જીવનતીર્થ સંસ્થાના પ્રતિનિધિઓએ 11 જુલાઇ, 2017ના રોજ લીધી હતી.

આ મુલાકાતનો મુખ્ય હેતુ પર્યાવરણ અનુરૂપ જીવનશૈલી અને પર્યાવરણ સંવર્ધન થકી સંતુલિત વિકાસ તરફ આગળ વધવા માટે વિકસિત કરાયેલા સફળ ઇકો વિલેજ મોડેલને સમજવાનો હતો. જેથી ઈકો વિલેજની પ્રાથમિક બાબતો સમજીને તેનું યોગ્ય રીતે અનુકરણ કરી તેમના દેશમાં પણ પર્યાવરણ અનુરૂપ ઈકો વિલેજ બનાવી શકાય.

ઈકો વિલેજ ધજની મુલાકાત દરમિયાન વિદેશી વિદ્યાર્થીઓ તેમજ તજજ્ઞોએ પ્રોજેક્ટ વિશે જાણકારી મેળવી હતી. સાથોસાથ જીઇસીએ કરેલી વિવિધ કામગીરીની મુલાકાત કરી, તેનો અભ્યાસ કર્યો અને સ્થાનિક લોકો સાથે મોડેલ ઇકો વિલેજના ફાયદા અંગે ચર્ચા કરી અને તેમના અનુભવ વિશે માહિતી પ્રાપ્ત કરી.

મોડેલ ઇકો વિલેજની મુલાકાત બાદ વિદ્યાર્થીઓએ પર્યાવરણ સંરક્ષણ માટે ધજનું અનુકરણ કરી, અન્ય સ્થળોએ પણ આ પ્રોજેક્ટ સફળ રીતે અમલી કરવા માટે જીઇસીના સભ્ય સચિવ ડૉ. અશોકકુમાર સક્સેના(આઇએફએસ) સાથે રૂબરૂ મુલાકાત કરી ઈકો વિલેજ અને ઈકો વે ઓફ લાઈફ અંગેનું માર્ગદર્શન મેળવ્યું હતું.

 
રાજ્યના પ્રથમ મોડેલ ઇકો વિલેજની મુલાકાતે યુ.એસ.એના વિદ્યાર્થીઓ
ઇકો વિલેજ ધજની મુલાકાતે મિશિગન યુનિવર્સિટી(યુ.એસ.એ)ના વિદ્યાર્થીઓ ઇકો વિલેજ અંગે જીઇસીના સભ્ય સચિવ ડૉ. અશોકકુમાર સક્સેના(આઇએફએસ) નું માર્ગદર્શન મેળવતા વિદ્યાર્થીઓ

Also in this section