Top

અમારી સાથે જોડાઓ


પારિસ્થિતિકીય પુન:સ્થાપન અને પર્યાવરણીય પ્રસાર જેવી કામગીરીઓની પહેલ કરવામાં જીઈસી દ્વારા ઘણાં વર્ષોથી સરકારી વિભાગો, વિદ્યાલયો તેમ જ કેટલીક અન્ય સંસ્થાઓ સાથે મળીને કામ કર્યું છે. સન ૧૯૯૨ માં જીઈસીની સ્થાપના થયા બાદ તેણે ભારત સરકારના પર્યાવરણ અને વન મંત્રાલય, ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ, ઇન્ડિયા કેનેડા એન્વાયરોનમેન્ટ ફેસીલીટી (ICEF), વિશ્વબેંક અને સંકલિત દરિયાકાંઠા વિસ્તાર વ્યવસ્થાપન સોસાયટી સાથે જોડાણ કર્યું છે.

ચેર (મેન્ગ્રુવ્ઝ) ના જંગલોનું પુન:સ્થાપન અને સંરક્ષણ, જીઈસીની કામગીરીનું એક અભિન્ન અંગ રહ્યું છે જેની અંતર્ગત ગુજરાતના નામાંકિત કોર્પોરેટ હાઉસ સાથે પ્રગતિશીલ પ્રકારની ભાગીદારી સ્થાપિત કરવામાં આવી છે. આ કામગીરીમાં ઔદ્યોગિક એકમોની સંરક્ષણ પ્રત્યેની સહભાગીદારી અને ભૂમિકા સર્વથા સુસંગત છે, અદાણી, બાયર, એસ્સાર, એલ. એન્ડ ટી. ઇન્ડિયન રેયોન વિગેરે જેવાં ૨૩ કરતા પણ વધારે કોર્પોરેટ હાઉસ/ઔદ્યોગિક એકમો લાંબા સમયથી જીઈસીના જોડીદાર રહ્યાં છે.

નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ ઓશનોગ્રાફી (NIO)- ગોવા અને ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (FICCI) પરિયોજનાના અમલીકરણ માટે જીઈસી સાથે જોડાયેલાં છે. મેન્ગ્રુવના જંગલોના સંરક્ષણ સંબંધિત અનુભવોની આપ લે કરવા માટે જીઈસી એ આંતરરાષ્ટ્રીય બીન કોર્પોરેટ સંસ્થાન જેવાં કે ઇન્ટરનેશનલ સોસાયટી ફોર મેનગ્રુવ ઇકોસીસ્ટમ- જાપાન અને મેન્ગ્રુવ સોસાયટી ઓફ ઇન્ડિયા સાથે જોડાણ કર્યું છે.

જીઈસી પોતાના પ્રોજેક્ટ્સમાં સર્વોત્તમ વિદ્યાલયોનેા અને વિદ્યાર્થીઓનો સમાવેશ કામગીરીની સોંપણી કરીને તેમ જ મુકામી સેવા (ઇન્ટર્નશીપ) મારફત કરે છે. કેટલીક ખ્યાતનામ સંસ્થાઓ જેવી કે ઈન્સ્ટિટયૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ (IRMA)- આણંદ, મુદ્રા ઈન્સ્ટિટયૂટ ઓફ કોમ્યુનિકેશન – અમદાવાદ (MICA) અને ટાટા ઈન્સ્ટિટયૂટ ઓફ સોશ્યલ સાયન્સીઝ – મુંબઈ સાથે જીઈસીએ જોડાણ પ્રસ્થાપિત કર્યા છે. તાજેતરમાં જીઇસીએ યુનીવર્સિટી ઓફ મેરીલેન્ડ સેન્ટર ફોર એન્વાયરોનમેન્ટલ સ્ટડીઝ (UMCES)- યુનાઇટેડ સ્ટેટ્સ સાથે રહીને દરિયાકાંઠાના પર્યાવરણના ‘હેલ્થ રિપોર્ટ કાર્ડ્ઝ’ તૈયાર કરવાની કામગીરી કરી છે. હેલ્થ રિપોર્ટ કાર્ડ એક સરળ છતાં અસરકારક સાધનિક દસ્તાવેજ છે જેની મદદથી પર્યાવરણની સ્થિતિનો ચોક્કસ અંદાજ લગાવી શકાય છે.

ગ્રામ વિકાસની પ્રક્રિયામાં ગ્રામિણ સમુદાયોને સાથે રાખવામાં જીઈસીને ઘણી જ મદદ મળી છે કારણ કે જીઈસી કેટલીક ઉમદા બિનસરકારી સંસ્થાઓ જેવી કે A.K.R.S.P. (આગાખાન રૂરલ સપોર્ટ પ્રોગ્રામ) અને ‘ઉન્નતી’ સાથે સામાજિક અને આર્થિક પહેલુઓ પર કામ કરે છે. જીઈસી દ્વારા ચેર પુન:સ્થાપનની કામગીરી માટે ૨૨ કરતાં પણ વધારે લોકસમુદાય એકમો (CBOs) ની રચના કરવામાં આવી છે જેમના દ્વારા જીઈસી ૧૮૨૬ સીધાં અને અંદાજીત ૫૬૫૧૫ આડકતરાં, પુન:સ્થાપનના લાભાર્થીઓ સુધી પહોંચી શક્યું છે.

જીઈસી હજુ પણ નિમ્નદર્શિત વિષયોમાં કોર્પોરેટ્સ, બિનસરકારી સંસ્થાઓ, વિદ્યાર્થીઓ તેમ જ શૈક્ષણિક સંસ્થાઓ સાથે આગળ ઉપર કામગીરી કરવાની ઈચ્છા ધરાવે છે :

  • પર્યાવરણ સંરક્ષણને લગતા કાર્યક્રમો/કાર્યવાહીઓ.
  • પર્યાવરણીય પ્રસાર અને પ્રસારણના કાર્યક્રમો.
  • પર્યાવરણ સંરક્ષણને લગતા નવીન વિચારો વિકસાવવા.
  • કોર્પોરેટ સંસ્થાઓની સામાજિક જવાબદારી (કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સીબીલીટી).

જોવા ક્લિક કરો : વિદ્યાર્થીઓ માટે મુકામી સેવા (ઇન્ટર્નશીપ) ડાઉનલોડ ફાઈલ

અમારો સંપર્ક કરો!

ગુજરાત ઇકોલોજી કમિશન
બ્લોક નંબર ૧૮, પ્રથમ માળ, ઉદ્યોગ ભવન,
સેક્ટર ૧૧, ગાંધીનગર-૩૮૨૦૧૧
ટેલીફોન : ૦૭૯ ૨૩૨૫૭૬૫૬/૫૮ | ઈ મેઈલ : mail@geciczmp.com
વેબ : www.gec.gujarat.gov.in | www.geciczmp.com
ફેસબુક પર 'લાઈક' કરો : http://www.facebook.com/GEC.Gujarat