Top

અમારા વિષે


ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા સન ૧૯૯૨ માં ગુજરાત ઇકોલોજી કમિશનની સ્થાપના કરવામાં આવી હતી.

કમિશનની સ્થાપનાનો મુખ્ય હેતુ, પ્રદૂષણ નિયંત્રણ તેમ જ પર્યાવરણ અને પરિસ્થિતિકીય સુધારણા માટેની એક સર્વગ્રાહી અને સમાવેશક નીતિનું અમલીકરણ કરી શકે તેવી ટોચની સંસ્થાનું નિર્માણ કરવાના ગુજરાત સરકારશ્રીના ઈરાદાના ભાગ રૂપે રહ્યો હતો.

 

કમિશનની રચના

 

​​ શ્રી કિરીટસિંહ રાણા શ્રી મહેશ સિંઘ, આઈએફએસ શ્રી મહેશ સિંઘ, આઈએફએસ
ચેરમેન સભ્ય સચિવશ્રી
ગુજરાત ઇકોલોજી કમિશન
અને માનનીય મંત્રીશ્રી,
ગુજરાત સરકાર
ગુજરાત ઇકોલોજી કમિશન
ગુજરાત સરકાર
       

કમિશનનું નેતૃત્વ અધ્યક્ષશ્રી તથા કમિશનના અન્ય સભ્યો સંભાળે છે. કમિશનના સભ્ય સચિવશ્રી મુખ્ય કારોબારી અધિકારી તરીકે ફરજ બજાવે છે જેઓને ગુજરાત સરકારમાંથી પ્રતિનિયુક્તિ પર આવેલા અન્ય રાજપત્રિત અધિકારીઓ, વિષયતજજ્ઞો અને કર્મચારીઓ સાથ આપે છે.

 

સંસ્થાકીય રૂપરેખા : ભૂમિકા અને દ્રષ્ટિકોણ

રાજ્યમાં આવેલાં પ્રવર્તમાન સંસ્થાકીય અને વ્યાવસાયિક સંસાધનોની મદદ લઇ શકે તેવી ક્ષમતાનો ઉપયોગ કરવા કમિશન સમર્થ છે. આ ઉપરાંત જરૂરિયાત અને માગ મુજબ રાજ્ય બહારની સંસ્થાઓ અને એજન્સીઓની મદદ પણ કમિશન લઇ શકે છે. કમિશન રાજ્યની લગભગ તમામ જાણીતી વ્યવસાયિક સંસ્થાઓ જોડે હાલમાં કામગીરી કરી રહ્યું છે.

કમિશનની મુખ્ય ભૂમિકા વિવિધ પરિયોજનાઓ ડિઝાઇન કરવી, તેમનો અમલ કરવો અને અમલીકરણનું નીરિક્ષણ, ચકાસણી અને મૂલ્યાંકન કરવાની રહી છે. પારિસ્થિતિકીય અને પર્યાવરણીય સંરક્ષણમાં જ્યાં સીધી કામગીરી કરવાને અવકાશ હોય તેવાં ક્ષેત્રોમાં કમિશન કામ કરે છે.

વિશ્વબેન્કની નાણાકીય સહાયથી ગુજરાત, ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળમાં અમલ થઇ રહેલી સંકલિત દરિયાકાંઠા વ્યવસ્થાપન પરિયોજના (ICZM Project) માટે મધ્યવર્તી સંસ્થા (નોડલ એજન્સી) તરીકે જીઈસી નિમાયેલી છે. સ્ટેટ પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ (રાજ્ય પરિયોજના વ્યવસ્થાપન ઘટક) જીઈસીને સૌભાગ્ય રૂપે ICZM પ્રોજેક્ટ હેઠળ કચ્છના અખાતના વિસ્તારમાં કામગીરીઓનું આયોજન અને અમલીકરણ કરવાની તક મળી છે.

જીઈસી નીતિ ઘડવા માટે આવશ્યક માહિતી અને તકનિકી પ્રદાન પૂરું પાડતી એજન્સી છે. તે પોતાની જાતે તેમ જ અન્ય એજન્સીઓને સાથે રાખીને વિનાશના જોખમ હેઠળ આવતી પર્યાવરણ પ્રણાલિઓના સંરક્ષણ અને પારિસ્થિતિકીય રૂપે કથળેલા વિસ્તારોના પુન:સ્થાપન માટેની કામગીરીની પહેલ કરે છે જે નિદર્શનાત્મક યોજનાઓ દ્વારા અજમાયશી ધોરણે સિદ્ધ કરવામાં આવે છે અને ભવિષ્યમાં કરવામાં આવનાર પ્રતિકૃતિ માટેનો માપદંડ સ્થાપિત કરે છે.

જીઈસીનો અભિગમ, આર્થિક પ્રવૃત્તિઓને પર્યાવરણ વિષયક ચિંતા સાથે જોડવાનો રહ્યો છે જેના દ્વારા આજની તેમ જ ભવિષ્યની પેઢીની આજીવિકાની તકોને જૈવિક વિવિધતાના સંરક્ષણ સાથે જોડીને સિદ્ધ કરી શકાય.

કમિશન દ્વારા સાતત્યપૂર્ણ વિકાસને એક અંતિમ લક્ષ્ય માનવા કરતાં એક સતત ચાલુ રહેતી અને ઉત્તરોત્તર વધતી પ્રક્રિયા રૂપે જોવામાં આવે છે અને તેથી જ કમિશન પર્યાવરણના વિકાસ અને વ્યવસ્થાપન પ્રત્યે કામગીરી પર ભાર મૂકી નેટવર્ક રચવાનો અભિગમ અપનાવે છે કે જ્યાં સરકારશ્રી, વૈજ્ઞાનિકો, વિવિધ વિષય નિષ્ણાંતો, સ્વૈચ્છિક સંસ્થાઓ અને વ્યવસાયિકો સાથે એક માળખું તૈયાર થઇ શકે. આ પ્રકારનો અભિગમ સમસ્યાઓના સમાધાન અને ભાવિ લક્ષ્ય પ્રત્યે એકમત કેળવવામાં મદદરૂપ થઇ શકે છે.