વિઝન
'જીઈસી' એક ટોચની સંસ્થા જે વ્યાપક અને સમાવેશક નીતિ દ્વારા સાતત્યપૂર્ણ વિકાસનો ઉદ્દેશ રાખે છે અને પ્રદૂષણ નિયંત્રણ, પર્યાવરણીય સુધારણા અને પારિસ્થિકીય વ્યવસ્થાપન માટે કામ કરે છે.
મિશન
- દરેક મહત્વપૂર્ણ પર્યાવરણ પ્રણાલિઓ જેવી કે વન, જળપ્લાવિત વિસ્તાર, રણ, ઘાંસીયા મેદાનો વિગેરેના પુન:સ્થાપન અને સંરક્ષણ માટે કાર્યવાહી કરવી.
- ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોના કાર્યક્ષમ અને અસરકારક વ્યવસ્થાપન માટે સંકલિત રૂપે કાર્યવાહી કરવી.
- પર્યાવરણ સુધારણા સંબંધિત પડકારો ઝીલવા અને સાતત્યપૂર્ણ વિકાસ હાંસલ કરવા માટેના ઉપાયો મેળવવા સારુ સંશોધનો અને અભ્યાસો હાથ ધરવા.
- વિવિધ હિતધારકોના માળખામાં રહીને વિકાસની પ્રક્રિયામાં પારિસ્થિકીય વ્યવસ્થાપનના વિચાર/વિભાવનાનો આંતરિક રૂપે સમાવેશ કરવો.
- દરેક હિતધારકોમાં પ્રદૂષણ નિયંત્રણની પ્રક્રિયા બાબત જાગરૂકતા પેદા કરવી અને તેઓને પર્યાવરણ સંરક્ષણ માટે સહભાગિતાના ધોરણે સક્રિય રૂપે જોડવાં.
- સમગ્ર રાષ્ટ્રમાં એક નમૂનારૂપ 'એનવિસ' (એન્વાયરોનમેન્ટલ ઇન્ફોર્મેશન સિસ્ટમ) કેન્દ્ર તરીકે શ્રેષ્ઠતા હાંસલ કરવી.