Top

ઉદ્દેશો


કમિશનની ભૂમિકા:

  • કસ વગરની થઇ ગયેલી જમીનોને પ્રાધાન્ય આપી રાજ્યની કથળતી જતી પર્યાવરણીય પરિસ્થિતિ (પ્રણાલી) ના પુન:સ્થાપન માટે આયોજન કરવું અને જરૂરી કામગીરી હાથપર લેવી.
  • કથળતી જતી પર્યાવરણીય પ્રણાલિઓના પુન:સ્થાપનની કામગીરી સાથે સંકળાયેલી બિન સરકારી સંસ્થાઓને નાણાકીય સહાય પૂરી પાડી શકે તેવી એક ટોચની સંસ્થા તરીકે કામ કરવું અને
  • ગુજરાત રાજ્યના જન સમાજમાં પર્યાવરણની જાળવણી પ્રત્યે સંરક્ષણાત્મક વૃત્તિ વિકસાવવી અને પારિસ્થિતિકીય સંવેદના જાગૃત કરવી.

ઉપર દર્શાવેલ ઉદ્દેશો હાંસલ કરવા માટે કમિશન દ્વારા નિમ્નદર્શિત અભિગમ અપનાવવામાં આવેલ છે:

  • ખાસ કરીને મહિલાઓ અને સમાજના નબળા વર્ગના લોકસમુદાયોની સક્રિય ભાગીદારી સાથે ગ્રામ્ય કક્ષાએ સૂક્ષ્મ આયોજનની રણનીતિ વિકસાવવી અને પુન:સ્થાપન તેમ જ વાવેતર જેવી કામગીરીના મોડેલ બનાવવા.
  • ગુજરાત રાજ્યમાં પારિસ્થિતિકીય સાતત્યપૂર્ણ વિકાસ હાંસલ કરવા માટે તેમ જ તેને સંબંધિત એક સર્વસ્વિકૃત દીર્ઘદ્રષ્ટિ કેળવવા સારુ સરકારશ્રીના વિવિધ વિભાગો, વૈજ્ઞાનિકો, વિષય નિષ્ણાંતો, બિન સરકારી સંસ્થાઓ અને ઔદ્યોગિક એકમો વચ્ચે જોડાણ પ્રસ્થાપિત કરવું.
  • બહુ પાંખી પહેલ વૃત્તિના અમલથી સામાન્ય જનસમુદાયને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે સંવેદનશીલ બનાવવો.